દિલ તૂટતા કેમ થાય છે દર્દ? કોઈ કંઈક કહે તો આપણને કેમ થાય છે દુઃખ? જાણવા જેવું છે આ વૈજ્ઞાનિક કારણ

દિલ તૂટતા દર્દ થાય છે. જેનો અનુભવ આપણે ક્યારેક ને ક્યારેક કર્યો હશે જ. પરંતુ સવાલ એ છે કે, દિલ તૂટવું તો પ્રતિકાત્મક છે. તો પણ કેમ દુઃખ થાય છે. આજે જાણીશું તેનું વૈજ્ઞાનિક કારણ.

દિલ તૂટતા કેમ થાય છે દર્દ? કોઈ કંઈક કહે તો આપણને કેમ થાય છે દુઃખ? જાણવા જેવું છે આ વૈજ્ઞાનિક કારણ

નવી દિલ્હીઃ દિલ તૂટવું, દિલ તૂટવાનું દર્દી, દિલ તૂટતા કેમ થાય છે દર્દ? આ સવાલનો જવાબ જાણવા જેવો છે. કોઈપણ માણસ હોય જ્યારે તેનું દિલ તૂટે તો તેને દર્દ જરૂર થાય છે. દિલ તૂટતા દર્દ થાય છે જેનો અનુભવ આપણે ક્યારેક ને ક્યારેક કર્યો હશે જ. પરંતુ સવાલ એ છે કે, દિલ તૂટવું તો પ્રતિકાત્મક છે. તો પણ કેમ દુઃખ થાય છે. આજે જાણીશું તેનું વૈજ્ઞાનિક કારણ.

દિલ ગમે ત્યારે ગમે તેના પર આવી શકે છે. અને દિલ તૂટવાનો એટલે કે કોઈ વ્યક્તિ આપણી અવગણના કરે કે ખરાબ વર્તન કરે તેનો ખતરો પણ એટલો જ હોય છે. એટલે આપણે સામાન્ય ભાષામાં જ્યારે કોઈ વ્યક્તિ આપણને છોડીને ચાલ્યું જાય કે પછી ખરાબ વર્તન કરીએ તો તેને દિલમાં દર્દ થયું કહીએ છે. તમને અકસ્માતે કોઈ ઈજા થાય તો દર્દ થાય તે સ્વાભાવિક છે, પણ આખરે દિલમાં તો દર્દ કેવી રીતે થઈ શકે? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

એક અભ્યાસ અનુસાર દિલ તૂટવા પર કે સામે વાળી વ્યક્તિ યોગ્ય વર્તન ન કરે તો શરીરને બહુ પીડા થાય છે. જેનાથી મસ્તકના એ હિસ્સા સક્રિય થાય છે, તે શરીરનો કોઈ ભાગ બળે ત્યારે સક્રિય થાય છે. આપણનું મગજ શારીરિક પીડા અને ભાવનામ્તક પીડા વચ્ચે અંતરન થી કરતું. એટલે જ અભ્યાસ અનુસાર દિલ તૂટવાની અને અલગ થવા પર દર્દ થવાની વાતો ફિઝૂલની નથી. ચતે સાચી છે.

સાથે એક અન્ય અભ્યાસ અનુસાર અસ્વીકૃતિના કારણે સૌથી વધુ દુઃખ થાય છે. ધુત્કારવાની કે સ્વીકાર ન કરવામાં આવે ત્યારે તેનું દુઃખ સૌથી વધારે થાય છે. તેની મગજ પર પણ સૌથી વધુ અસર થાય છે. એટલે કે જ્યારે કોઈ આપણને રીજેક્ટ કરે છે ત્યારે આપણા મગજ પર સૌથી વધુ ખરાબ અસર થાય છે. અને આપણે દર્દનો અનુભવ કરીએ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news